મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીમાં દુધાળા પશુના શિકાર માટે આંટાફેરા મારતો 6 સિંહનો પરિવાર

સૌરાષ્ટ્રમાંથી અવારનવાર જંગલી જાનવરો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. હજુ થોડા દિવસ પ

સૌરાષ્ટ્રમાંથી અવારનવાર જંગલી જાનવરો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. હજુ થોડા દિવસ પહેલાં જ અમરેલીમાં દિપડો રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો. એવામાં ફરીથી સિંહ પરિવાર અમરેલીમાં રાત્રીના સમયે શિકારની શોધમાં આંટાફેરા મારતા જોવા મળ્યા હતા.

અમરેલી જિલ્લામાં ખાંભાના ભાડ ગામે શિકાર અર્થે ૬ સિંહો રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. ભાડ ગામની શેરીમાં એક ગાયની પાછળ શિકાર અર્થ ૬ સિંહ પાછળ દોડતા જોવા મળ્યા હતા. ૬ સિંહનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. મિતયાળા અભ્યારણ બોર્ડર ભાડ ગામની નજીક હોવાથી અવાર નવાર સિંહો શિકાર અર્થ ગામમાં આવી ચડે છે. ભાડ ગામમાં જ ૬ સિંહોએ ગત રાત્રે બે પશુઓનું મારણ કર્યું હતું.

આ સમાચાર શેર કરો