Video: સાવરકુંડલામાં ડમ્પરે બાઈકસવાર દંપતિને અડફેટે લીધું, પત્ની પર તોતિંગ ટાયર ફરી વળતાં કરૂણ મોત
સાવરકુંડલાના મહુવા રોડ પર ડમ્પર ચાલકે વળાંક દરમિયાન એક બાઇકચાલક દંપતિને અડફેટે લેતા પત્નીનું ઘટનાસ
સાવરકુંડલાના મહુવા રોડ પર ડમ્પર ચાલકે વળાંક દરમિયાન એક બાઇકચાલક દંપતિને અડફેટે લેતા પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બંને ઘરવખરીનો સામાન લઈને પરત ફરી રહ્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ મહુવા રોડ પર વળાંક વખતે ડમ્પર ચાલકે પતિ સાથે બાઈક પાછળ બેઠેલી પત્નીને ચગદી નાખી છે. CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડમ્પરની સાઈડમાંથી પસાર થતી વખતે બાઈકચાલક દંપતિને અડફેટે લીધો હતો. બંને જણ ઘરવખરીનો સામાન લઈને પરત ઘરે ફરી રહ્યા હતા, ત્યારે કાળમુખા ડમ્પરે તેમને અડફેટે લેતા પતિને માથાના ભાગે થઈ ઇજાઓ થઈ જ્યારે પત્ની અમીનબેન વાઘેલા પર ડમ્પરના તોતિંગ ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.







