મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશને સબક શીખવાડો, હિન્દુઓ પરના અત્યાચાર મુદ્દે ગોવિંદગીરીજીની માંગ

અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરનાં કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજી મહારાજ વડોદરાની આવ

અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરનાં કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજી મહારાજ વડોદરાની આવ્યા હતા. વડોદરા મહાનગર પાલિકા દ્વારા આયોજીત મહર્ષિ દધીચિ ઋષિ માર્ગનાં નામકરણમાં તેમણે હાજરી આપી હતી. આ કાર્યક્રમમા ગોવિંદ દેવગીરીજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારની ઘટનાને વખોડી હતી. કેન્દ્ર સરકાર આ અંગે કડક પગલા ભરે તેવી માંગ કરી હતી.

ગોવિંદ દેવગીરીજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારની ઘટનાને વખોડીતાં કેન્દ્ર સરકારને કહ્યું કે, ત્યાંના હિન્દુઓનું રક્ષણ કરે, વિદેશી ડિપ્લોમેટિક વાત કરે, જરૂર પડે ભારતીય જવાનો ઘૂસીને જવાબ આપે. જે રીતે પાકિસ્તાનને સબક શિખવાડ્યો એ રીતે બાંગ્લાદેશ સરકારને સબક શીખવાડે. કેન્દ્ર સરકાર કોઈ પણ ભોગે હિન્દુઓનું રક્ષણ કરે. 

આ સમાચાર શેર કરો