Video: ફોર્મ નંબર 7 ભરીને મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર રચાયું, અમિત ચાવડાએ કલેકટર કચેરીનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી

ગુજરાત કોંગ્રેસે વધુ એક વખત SIRની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનો આક્

ગુજરાત કોંગ્રેસે વધુ એક વખત SIRની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ૧૬ થી ૧૮ જાન્યુઆરી દરમિયાન ગુજરાતભરમાં જથ્થાબંધ રીતે ૧૦ લાખથી વધુ ફોર્મ નંબર 7 ભરીને ચોક્કસ પાર્ટીના મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર રચાયું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે જૂનાગઢ, અમદાવાદ અને કચ્છ જેવા જિલ્લાઓમાં હયાત વ્યક્તિઓને મૃત બતાવી નામ કાઢવાના પ્રયાસો થયા છે.

કોંગ્રેસે ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. જો આ મામલે તંત્ર કડક કાર્યવાહી નહીં કરે, તો કોંગ્રેસ દ્વારા આવતીકાલથી મામલતદાર અને કલેક્ટર કચેરીઓના ઘેરાવની ચીમકી આપવામાં આવી છે.  ષડયંત્ર ઘડીને લોકશાહીમાં જનતાને મળેલા મત્તાધિકારનો હક છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો ન્યાય ન મળે તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. 

આ સમાચાર શેર કરો

જાહેરાત