મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પ્રેમપ્રકરણમાં આપઘાતને લઈ દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ

સાબરકાંઠાના ઈડર તાલુકાના વસાઈ ગામમાં એક જ સમાજના યુવક-યુવતી પ્રેમ પ્રકરણમાં ફરાર થઈ જત

તસવીર: gstv

સાબરકાંઠાના ઈડર તાલુકાના વસાઈ ગામમાં એક જ સમાજના યુવક-યુવતી પ્રેમ પ્રકરણમાં ફરાર થઈ જતાં ભારે હોબાળો મચી ગયો છે, જેમાં યુવકની માતાએ ગળે ટૂંપો લગાવી આપઘાત કરી લેતા ચકચાર વ્યાપી ગઈ છે. આ આત્મહત્યા મામલે યુવકના પરિવારે યુવતીના સ્વજન વિરુદ્ધ ઈડર પોલીસ મથકે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમીપંખીડા ભાગી જતાં ઉશ્કેરાયેલા યુવતીના પરિવારે યુવકના ઘરે આવી ભારે તોડફોડ અને મારામારી કરી હતી. આ મામલે યુવકના પરિવારે તોડફોડ અને મારામારી બદલ ૨૧ લોકો વિરુદ્ધ રાયોટિંગ હેઠળ અલગથી બીજી ફરિયાદ પણ નોંધાવી છે. હાલમાં ઈડર પોલીસે આ બંને ગુના અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરાર પ્રેમીપંખીડાની સઘન શોધખોળ શરૂ કરી દીધી છે.

આ સમાચાર શેર કરો