મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નરોડામાં દિવ્યાંગ યુવકને ચપ્પુ મારવાનો મામલો, આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં દિવ્યાંગ યુવકને થોડક દિવસ પહેલા બે શખ્સો

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં દિવ્યાંગ યુવકને થોડક દિવસ પહેલા બે શખ્સોએ ચપ્પાના ઘા માર્યા હતા. આ અસમાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. દિવ્યાંગ યુવકને ચપ્પાના ઘા ઝીકનાર આરોપીઓનું પોલીસ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીઓ પોલીસને સામે કગરતા જોવા મળ્યા હતા.

પોલીસે બન્ને આરોપીઓની પરેડ કરી

પોલીસે બન્ને આરોપીઓની પરેડ કરી હતી. તો બીજી તરફ સ્થાનિકોમાંથી ગુનેગારોનો ભય ઓછો થાય તે પ્રકારની કામગીરી નરોડા પોલીસે કરી હતી.

બે દિવસ પહેલા આરોપીઓએ ભારે તોડફોડ મચાવી હતી

 નરોડામા  બે દિવસ પહેલા અસામાજિક તત્વોનો આંતક જોવા મળ્યો હતો .નરોડાની વ્રજ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અસામાજીક તત્વોએ ભારે આંતક મચાવ્યો હતો. યુવક હાથમાં છરો લઇને  એપાર્ટમેન્ટ ભારે તોડફોડ મચાવી હતી. અસામાજિક તત્વોએ સ્થાનિક ઉપર હિચકારો હુમલો કર્યો હતો.

આ સમાચાર શેર કરો