મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ હાઇવે પર ચાલતી કાર ભડકે બળી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

રાજકોટ - જેતપુર હાઇવે ઉપર અગમ્ય કારણોસર એક ચાલતી કારમાં આગ લાગી હતી. વીરપુર પાસે ઓવરબ્રિજ ઉપર પહોંચતા કારમા

રાજકોટ - જેતપુર હાઇવે ઉપર અગમ્ય કારણોસર એક ચાલતી કારમાં આગ લાગી હતી. વીરપુર પાસે ઓવરબ્રિજ ઉપર પહોંચતા કારમાં આગ લાગવાની ઘટના બની હતી. કારના એન્જીન પાસેથી અચાનક ધુમાળો નીકળવા લાગ્યો અને ત્યારબાદ એકાએક આગ લાગવાની શરુઆત થઈ ગઈ. જો કે, આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.

આ પણ વાંચો : આ રીતે 15 મિનિટમાં બનતું આયુષ્માન કાર્ડ, PMJAY કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવા ખુલાસા

કારમાં સવાર ત્રણ વ્યક્તિઓએ સમય સુચકતા વાપરી બહાર નીકળી ગયા હતા જેને કારણે  તેમનો આબાદ બચાવ થયો હચો. તેઓ i10 કાર લઈને રાજકોટથી ગીર ગઢડા તરફ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો હતો. આગ લાગવાની ઘટના બનતા તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં જ  કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં અચાનક આગ લાગવાનો બનાવ બનતા હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો જેને કારણે વીરપુર પોલીસે સ્થળ પર પહોંચી હતી અને ડાઈવર્ઝન આપી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ સમાચાર શેર કરો