મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં રણજીત સાગર રોડ પર કાર ચાલકે મહિલાને લીધી અડફેટે, CCTVમાં ઘટના કેદ

જામનગરમાં રણજીત સાગર રોડ પર ઇવા પાર્ક-1 વિસ્તારમાં બેફામ સ્પીડે ચાલતી કારે એક મહિલાને અડફેટે લીધી

જામનગરમાં રણજીત સાગર રોડ પર ઇવા પાર્ક-1 વિસ્તારમાં બેફામ સ્પીડે ચાલતી કારે એક મહિલાને અડફેટે લીધી હતી. એટલું જ નહીં આ સિવાય કાર ચાલકે પાંચ જેટલા વાહનોને પણ ટક્કર મારી હતી. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગરમાં  રણજીત સાગર રોડ પર ઇવા પાર્ક-1 વિસ્તારમાં શુક્રવારે સાજે એક કાર ચાલકે રસ્તા પર ઉભેલી મહિલાને અડફેટે લીધી હતી.પરિણામે મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સ્થાનિકોએ કાર ચાલકને ઝડપીને પોલીસને હવાલે કર્યો છે. બીજી તરફ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો