Video- આભવામાં પાર્કિંગમાં ઉભેલી બસમાં લાગી આગ, વિકરાળ જ્વાળામાં બસ થઈ ખાક
સુરતમાં આગ લાગવાની ઘટનાઓ રોજે રોજ બની રહી છે. ત્યારે આભવા ગામે સિટી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. સિટી બસ

સુરતમાં આગ લાગવાની ઘટનાઓ રોજે રોજ બની રહી છે. ત્યારે આભવા ગામે સિટી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. સિટી બસ જ્યારે પાર્કિંગમાં મૂકવામાં આવી હતી. ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લગતા જ વેસુ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં તો બસ આગની જ્વાળામાં બળીને ખાક થઈ ગઈ હતી. બાદમાં લોખંડનો કાટમાળ જ બચ્યો હતો. આગ લાગી ત્યાર બસ પાર્કિંગમાં જ હોવાથી કોઈ ઈજા જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી.




