VIDEO: બોડકદેવમાં બેફામ બનેલા બુટલેગરે ભાગવા જતા અકસ્માત સર્જ્યો, કારે વાહનોને લીધા અડફેટે
અમદાવાદ : શહેરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. એક તરફ પોલીસ કોઈ અનિચ
અમદાવાદ : શહેરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. એક તરફ પોલીસ કોઈ અનિચ્છનીય ઘટના બને પછી એક્શનમાં આવી રહી છે તો સામાજિક તતવોને પણ પોલીસ અને કાયદાનો ડર હોય જ નહીં એમ બેફામ બનીને ફરી રહ્યા છે.
અમદાવાદ શહેર પોલીસની લાલ આંખ હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. બોડકદેવમાં બેફામ બનેલા બુટલેગરે ભાગવા જતા અકસ્માત સર્જ્યો હતો. ઈંગ્લીશ દારૂ ભરેલી કારે બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. કારમાં દારૂ લઇ ભાગવા જતા અકસ્માતની ઘટના હતી. બોડકદેવ પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે કાર ઝડપી લીધી હતી. પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો?
બોડકદેવમાં બુટેલગર અને પોલીસ વચ્ચે આજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વોચ રાખીને બેઠેલી પોલીસને જોઇને બુટલેગરે ગાડી ભગાવી હતી. બુટલેગરે અનેક વાહનોને અડફેટે લેતા મામલો તંગ બન્યો હતો. લોકોએ બુટલેગરને મારવા માટે બુમાબુમ કરતા વાતાવરણ તંગ બન્યું હતું. આખરે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ડિલિવરી આપવા આવેલા બુટલેગર કિરણ ઠાકોરને ઝડપી લેવાયો હતો. બિયરના ટીન અને દારૂની બોટલો સહિત 4.53 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. સ્થાનિક બૂટલેગર ભાવેશને જથ્થો આપવાનો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. બોડકદેવ પોલીસે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી છે.






