મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: થિરૂવલ્લૂરમાં ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું

તમિલનાડુના થિરૂવલ્લૂર જિલ્લામાં પાર્થા પાલયમ ગામ નજીક આવેલી એક ફેક્ટરીમાં વહેલી સવારે એક વિશાળ બોઈલર ફાટતાં ગં

તસવીર: gstv

તમિલનાડુના થિરૂવલ્લૂર જિલ્લામાં પાર્થા પાલયમ ગામ નજીક આવેલી એક ફેક્ટરીમાં વહેલી સવારે એક વિશાળ બોઈલર ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ પ્રચંડ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને ફેક્ટરીના પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળ પરથી આવેલા દ્રશ્યોમાં બ્લાસ્ટની તીવ્રતાના કારણે ફેક્ટરીના માળખાને ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. ધડાકાના અવાજ સાથે ચારેય તરફ ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો