મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છાબલી નદીમાં ટ્રેક્ટર પલટી ખાતા મોટો બચાવ

સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકામાં છાબલી નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે છ બાળકો અને બે યુવકોને લઈન

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકામાં છાબલી નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે છ બાળકો અને બે યુવકોને લઈને જઈ રહેલું ટ્રેક્ટર અચાનક પલટી ખાઈ જતાં અફરાતફરી મચી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં ટ્રેક્ટર મારફતે નદી પાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું. ઘટનાની જાણ થતાં ગામના યુવકો અને સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. અન્ય ટ્રેક્ટરની મદદથી તમામ છ બાળકો અને બે યુવકોને સુરક્ષિત રીતે પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિકોની સમયસૂચકતા અને બહાદુરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી

આ સમાચાર શેર કરો