VIDEO: અમરેલીમાં ૮૦મા આઝાદી પર્વે અશ્વશક્તિનો અદ્ભુત નજારો: દિલધડક 'ટેન્ટ પેગિંગ' બનશે મુખ્ય આકર્ષણ!
અમરેલીમાં યોજાનારા ૮૦મા રાજ્યકક્ષાના સ્વતંત્

અમરેલીમાં યોજાનારા ૮૦મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દિલધડક માઉન્ટેડ અશ્વ શો અને પ્રાચીન યુદ્ધ કૌશલ્ય દર્શાવતી ટેન્ટ પેગિંગ ઇવેન્ટનું આખરી રિહર્સલ યોજાયું હતું. રેન્જ આઇજી આર.વી. અસારી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં ૩૪ વીર અશ્વસવારો અને ૩૫ ચુનંદા અશ્વો દ્વારા પવન વેગે દોડી ભાલા વડે પેગ ઉખાડવાના રોમાંચક કરતબો રજૂ કરાયા હતા. રાજા-મહારાજાઓ અને અંગ્રેજોના સમયની આ જોખમી અને સાહસિક યુદ્ધકળા દર્શકો માટે આઝાદી પર્વનું મુખ્ય આકર્ષણ બની રહેશે. આ ભવ્ય કાર્યક્રમને ક્ષતિરહિત અને યાદગાર બનાવવા પોલીસ તંત્ર દ્વારા રાત-દિવસ એક કરીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.




