VIDEO: અમરેલીમાં બાઇક સવારનું સફળ રેસ્ક્યુ
અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. લીલીયા

અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. લીલીયાના દાડમાથી કણકોટ રોડ પર પાણી ભરાયા હોવા છતાં એક બાઇક ચાલક આ ધસમસતા પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન તે પાણીના પ્રવાહમાં તણાયો હતો. બાઇક સવાર પાણીમાં તણાઈ રહ્યો હતો ત્યારે ત્યાં ઉપસ્થિત સ્થાનિક લોકોએ ભારે જહેમત અને સમયસૂચકતા દાખવી હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાઇક સવારને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. સમયસર મદદ મળી જવાથી તેનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી.




