મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ સિંધુભવન રોડ પર સ્ટંટબાજનો આતંક: રીલ્સ બનાવવા ખુલ્લેઆમ છરી લહેરાવી

અમદાવાદના સૌથી પોશ ગણાતા સિંધુભવન રોડ પરથી કાયદો અને વ્યવસ્થાને પડકારતો એક ચોંકાવનારો વીડ

તસવીર: GSTV

અમદાવાદના સૌથી પોશ ગણાતા સિંધુભવન રોડ પરથી કાયદો અને વ્યવસ્થાને પડકારતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.બાઇક પર સવાર યુવકે ખુલ્લેઆમ છરી બતાવી રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં યુવકે કાયદાનો ભંગ કરતાં શાનભાન ગુમાવી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાહેર રસ્તા પર ખતરનાક સ્ટંટ અને હથિયાર સાથે વીડિયો બનાવવાની ઘટનાએ લોકોમાં ભય અને રોષ ફેલાવ્યો છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવાની દોડમાં યુવાનો કાયદાની મર્યાદા ભૂલી રહ્યા છે. હવે આવા સ્ટંટબાજો અને અસામાજિક તત્વો સામે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે તે મોટો સવાલ બની રહ્યો છે.

આ સમાચાર શેર કરો