VIDEO: '700 બેઠકો બિનહરીફ થતા લોકશાહી માટે શરમજનક', ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700 બેઠકો બિનહરીફ થતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700 બેઠકો બિનહરીફ થતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ગઢવીએ જણાવ્યું કે ભાજપે સત્તા અને પોલીસનો દુરુપયોગ કરી, ક્યાંક લાલચ તો ક્યાંક ધમકી આપીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે, જે લોકશાહી માટે શરમજનક છે.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી લડવા લાયક ન હોવાથી આવા હથકંડા અપનાવી રહ્યું છે. ઈસુદાન ગઢવીએ ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવતા કહ્યું કે તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે.



