મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટીંગ, એક જ દિવસમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદમાં ગત રોજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, અને કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. બપોર પડતાં જ વાત

અમદાવાદમાં ગત રોજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, અને કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. બપોર પડતાં જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ તૂટી પડ્યો હતો. નોર્થ વેસ્ટઝોનમાં સૌથી વધુ 5.27 ઈંચ, સાઉથ વેસ્ટ ઝોનમાં 5.06 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

 7 ઈંચ વરસાદ ખાબક્યો

સેન્ટ્રલ ઝોનમાં 1.37 જ્યારે ઈસ્ટ ઝોનમાં 1.65 ઈંચ વરસાદ સાથે સૌથી ઓછો વરસાદ વહતો, ભારે વરસાદથી સાયન્સ સીટી, ગોત, બોપલના અનેક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.  આ વિસ્તારમાં આવેલા ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનોને નુકસાન થયું હતું. ભારે વરસાદથી મીઠાખળી, અખબાર નગર, મકરબા, ચાંદલોડિયા ખાતેના અંડરપાસ થોડો સમય માટે બંધ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ઝાડ પડવાની 7, વરસાદી પાણી ભરાવવાની 31, રોડ બેસી જવાની બે ફરિયાદ AMC કંટ્રોલ રૂમને મળી હતી. વાસણા બેરેજનું લેવલ 131.50 ફૂટ નોઁધાયું હતું. નદીમાં 5196 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ હતી.

અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો વરસાદ

ઈસ્ટ ઝોન

ચકુડિયા 1.70 ઈંચ
ઓઢવ 2.50 ઈંચ
વિરાટનગર 2.15 ઈંચ
નિકોલ 1.00 ઈંચ
રામોલ 2.00 ઈંચ
કઠવાડા 0.50 ઈંચ


સરેરાશ 1.65 ઈંચ

વેસ્ટ ઝોન

ટાગોર કન્ટ્રોલ   0.55 ઈંચ
ઉસ્માનપુરા  3.00 ઈંચ
ચાંદખેડા  3.50 ઈંચ
વાસણા બેરેજ 1.20 ઈંચ
રાણીપ 2.10 ઈંચ

સરેરાશ  2.07 ઈંચ

નોર્થ વેસ્ટ ઝોન

બોડકદેવ  2.80 ઈંચ
સાયન્સ સિટી 7.00 ઈંચ
ગોતા 7.00 ઈંચ
ચાંદલોડિયા  4.30 ઈંચ

સરેરાશ 5.27 ઈંચ

સાઉથ વેસ્ટ ઝોન

સરખેજ  6.10 ઈંચ
જોધપુર  5.00 ઈંચ
જોધપુર ઝોનલ 5.40 ઈંચ
બોપલ  7.00 ઈંચ
મક્તમપુર  1.80 ઈંચ

સરેરાશ 5.06 ઈંચ

કરોડોના ખર્ચ પછી પણ અમદાવાદ પાણી પાણી

વરસાદને કારણે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી ઘટીને 32.5 નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં તંત્ર દ્વારા રોડ-રસ્તા, ડ્રેનેજ પાછળ કરોડો રૂપિયાનાં ખર્ચ પછી પણ  જળબંબાકાર બન્યું હતું. શહેરનાં સંખ્યાબંધ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા.

સેન્ટ્રલ ઝોન 

મ્યુનિ. કોર્પો 1.00 ઈંચ
દુધેશ્વર 1.75 ઈંચ

સરેરાશ 1.37 ઈંચ

નોર્થ ઝોન

મેમ્કો 1.80 ઈંચ
નરોડા 5.10 ઈંચ
કોતરપુર 0.50 ઈંચ

સરેરાશ 2.50 ઈંચ

સાઉથ ઝોન

મણીનગર 4.05 ઈંચ
વટવા 3.50 ઈંચ

સરેરાશ 3.77

શેલામાં ટ્રક સમાઈ જાય તેવો ભૂવો

શેલામાં ઓર્કિડ સ્કાય પાસે ક્લબ ઓ 7 તરફ જવાના રસ્તે એક ટ્રક સમાઈ જાય તેવો મસ મોટો ભૂવો પડ્યો હતો, જેના કારણે એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો