VIDEO: સુરત / પનીરના વધુ 5 સેમ્પલ પરીક્ષણમાં ફેલ, ટ્રોનિટો પીઝા, ઓરેન્જ ઇન્ટરનેશનલ સહિત આ સંસ્થાઓ સામે કરાશે કાર્યવાહી
સુરત શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી છતાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ ર

સુરત શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી છતાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ હોટલો અને ડેરીઓમાંથી લેવામાં આવેલા પનીરના વધુ 5 સેમ્પલ પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાના જાહેર થયા છે. જેમાં હિંગરાજ ડેરી, ટ્રોનિટો પીઝા, ઓરેન્જ ઇન્ટરનેશનલ, હોટલ ઇન્ટરનેશનલ એન્ડ ફરમાઈશ રેસ્ટોરન્ટ અને શ્રી ભાગ્યલક્ષ્મી ડેરીના પનીરના નમૂના ફેલ થયા છે. પાલિકા દ્વારા વારંવાર કરાતી કામગીરી છતાં જાણીતી સંસ્થાઓમાં ગુણવત્તાના અભાવે નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. આ મામલે હવે પાલિકા તંત્ર દ્વારા તમામ કસૂરવાર સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

