VIDEO:સુરતમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાના પર રેડ, 5 લલનાઓ સાથે 5 ગ્રાહક પકડાયા
સુરતમાં સ્પાની આડમાં ગોરખધંધા ઠેર ઠેર ધમધમી રહ્યાં છે. ત્યારે સરથાણા સરથાણા પોલીસ દ્વારા સ્પાની

સુરતમાં સ્પાની આડમાં ગોરખધંધા ઠેર ઠેર ધમધમી રહ્યાં છે. ત્યારે સરથાણા સરથાણા પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર રેડ કરી હતી. યોગીચોક ખાતે આવેલા શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું. સ્પાનો સંચાલક આર્થિક લાભ મેળવવાં દેહ વ્યાપારનો ધંધો કરતો હતો. સ્પામાં ચાલતા કૂટણખાનાથી લોકો પણ હેરાન પરેશાન થયા હતાં. જેથી સરથાણા પોલીસે કાર્યવાહી કરી 1 સંચાલક અને 5 ગ્રાહકોની ધરપકડ કરી હતી. જ્યારે યૌન શોષણનો ભોગ બનેલી પાંચ મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી.




