મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉત્તર ગુજરાત યુનિ.ની પરીક્ષામાં 3 દિવસમાં જ 44 કોપી કેસ નોંધાયા, 18 શંકાસ્પદ ઉત્તરવહી મળી

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં ગ્રેજ્યુએટ કક્ષાના સેમ 5 અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષા

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં ગ્રેજ્યુએટ કક્ષાના સેમ 5 અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના સેમ 3ના કુલ 34 કોર્સની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષા દરમિયાન કોપી કેસ સામે આવ્યા છે. ત્રણ જ દિવસમાં 44 કોપી કેસ નોંધાયા છે. દરમિયાન આ મહત્ત્વની પરીક્ષાઓમાં ગેરરીતિ અને ચોરી અટકાવીને પારદર્શિતા જાળવવા માટે યુનિવર્સિટી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.10 ફ્લાઇંગ સ્ક્વોડ અને 225 ઓબ્ઝર્વરની વ્યવસ્થા કરવામાં આવી છે.  મહેસાણાની બસના કોલેજમાં પરીક્ષા દરમ્યાન પરીક્ષા ખંડમાંથી 18 ઉત્તરવહી શંકાસ્પદ મળી આવી છે. તો એક કોલેજમાંથી કોપી કેસમાં મોબાઈલ ઝપ્ત કરાયો છે. 

આ સમાચાર શેર કરો