VIDEO: દલિત સમાજની રેલી: ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું, 4 DYSP, 11 PI સહિત 400 જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો
400 personnel including 4 DYSPs, 11 PIs in deployment gondal | ગોંડલ ધારાસભ્યના પુત્રએ દલિત યુવક પર કરેલા હુમલાને લઈ વિવાદ વકર્યો છે. દલિત સમાજની ગોંડલમાં રે

ગોંડલ ધારાસભ્યના પુત્રએ દલિત યુવક પર કરેલા હુમલાને લઈ વિવાદ વકર્યો છે. દલિત સમાજની ગોંડલમાં રેલી કાઢવાના આયોજનને લઈ ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયુ છે.તો બીજી તરફ ધારાસભ્યના પુત્રના સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જઢ બંધ રહેશે. જેને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ધારાસભ્યના પુત્ર ગણેશના સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહેશે. માર્કેટ યાર્ડમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગોંડલમાં પાંચ જિલ્લાની પોલીસનો બંદોબસ્ત
દલિત સમાજના લોકો જૂનાગઢથી ગોંડલ સુધી રેલી કાઢીને હુમલાનો વિરોધ નોંધાવશે, ગોંડલમાં પાંચ જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 4 DYSP, 11 PI સહિત 400 પોલીસ જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે.
માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા
જુનાગઢના NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપરહણ કર્યા બાદ માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના પછી દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે.






