VIDEO: સુરેન્દ્રનગર મનપામાં ગેરવર્તણૂક મામલે AAPના 4 નેતાઓ સામે કસાયો સકંજો, આરોપીઓને પકડવા તજવીજ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં રજૂઆત અને ગેરવર્તણૂક મામલે આમ આદમી પાર્ટીના ચાર નેતાઓ સા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં રજૂઆત અને ગેરવર્તણૂક મામલે આમ આદમી પાર્ટીના ચાર નેતાઓ સામે કાયદાનો સકંજો કસાયો છે. ડેપ્યુટી કમિશનરના પી.એ. દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં ફરજમાં રુકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે. શહેર પ્રમુખ કમલેશ કોટેચા અને દીપક ચિહ્નલા સહિતના ચાર નેતાઓ પોલીસની નોટિસ છતાં હાજર ન થતા અને મોબાઈલ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી જતાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે. હાલ પોલીસ આ નેતાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં જ આકરી કાયદાકીય કાર્યવાહીના સંકેત આપ્યા છે.


