VIDEO: આણંદ જિલ્લાના વડોદ ગામ પાસે નકલી ખાતરની 3454 બેગો જપ્ત, ભાવનગરના શખ્સની ધરપકડ
આણંદ જિલ્લામાં નકલી ખાતર કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે, જ્યાં SOG પોલીસને મોટી સફળત
આણંદ જિલ્લામાં નકલી ખાતર કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે, જ્યાં SOG પોલીસને મોટી સફળતા મળી છે. વડોદ ગામ પાસે SOGએ દરોડો પાડી મોટી માત્રામાં નકલી ખાતર ઝડપ્યું હતું. કૃષિ વિભાગને જાણ કર્યા બાદ ખાતરનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં મળેલ ખાતર બનાવટી અને ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું છે.
પોલીસે સ્થળ પરથી 3 હજાર 454 નકલી ખાતરની બેગો જપ્ત કરી છે, સાથે ટ્રક અને મશીનરી સહિત રૂ.18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ખેડૂતોને સસ્તા ભાવે ખાતર વેચી છેતરપિંડી કરવામાં આવતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. પોલીસે ભાવનગરના રઘુવીર મનસુખ સોલંકીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


