મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગણદેવીમાં કરંટ લાગતા 3 મજૂરોના મોત, 3 ઘાયલ

નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં કરંટ લાગવાની ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા છે, જ્યારે ત્ર

તસવીર: gstv

નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં કરંટ લાગવાની ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા છે, જ્યારે ત્રણ મજૂરો સારવાર હેઠળ છે. ગણદેવા ગામમાંથી પસાર થતો ટેમ્પો વીજળીના તાર સાથે અડી જતા તેમાં સવાર મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હતો. ઘટનામાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે બે ઇજાગ્રસ્તોને ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એક ગંભીર ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં ગણદેવી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.  

આ સમાચાર શેર કરો