VIDEO : જુહાપુરામાંથી 15 લાખથી વધુની નકલી ચલણી નોટો સાથે 3 આરોપીઓની ધરપકડ
Ahmedabad News : અમદાવાદ સીઆઈડી ક્રાઈમે રૂ.15,30,100 નકલી ભારતીય ચ

Ahmedabad News : અમદાવાદ સીઆઈડી ક્રાઈમે રૂ.15,30,100 નકલી ભારતીય ચલણી નોટો સાથે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં ભાડાના મકાનમાં કલર ઝેરોક્ષ મશીનની મદદથી 500 અને 200 અને 100ના દરની નકલી નોટો નોટો છાપવામાં આવી હતી. આરોપીઓ જુહાપુરાના મોઇન બાપુ નામના વ્યક્તિને આ નોટ આપવા આવ્યા હતા ત્યારે સીઆઈડી ક્રાઈમે ત્રણેયની ધરપકડ કરી છે. ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




