મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનમાં ₹2.72 કરોડ સ્વાહા, વિડિયોગ્રાફીના 28 લાખ અને પાણીના 22 લાખ ચૂકવાયા! જુઓ VIP ખર્ચનો ચોંકાવનારો હિસાબ

2.72 Crore Swaha, 28 Lakhs of Videography and 22 Lakhs of Water in Rajkot Jungleshwar Demolition! See the shocking account of VIP expenses | રાજકોટના જંગલેશ્

તસવીર: gstv

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશન કામગીરીને લઈને રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જાહેર કરવામાં આવેલા ખર્ચના આંકડાઓએ ભારે ખળભળાટ મચાવ્યો છે. મનપા દ્વારા જાહેર કરાયેલા હિસાબ મુજબ, માત્ર ડિમોલિશન કામગીરી પાછળ જ ₹2 કરોડ 72 લાખ 92 હજાર નો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

વિડિયોગ્રાફી, પાણી અને મંડપના નામે લાખોનો ધુમાડો

મનપાના આંકડા અનુસાર, આ કામગીરી દરમિયાન વિવિધ લક્ઝુરિયસ અને અસાધારણ ખર્ચાઓ કરવામાં આવ્યા છે:

JCB અને કટર ભાડું: સૌથી વધુ ₹1 કરોડ 47 લાખ 70 હજારનું બિલ ચૂકવાઈ ગયું છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે JCB અને કટરનું પ્રતિ કલાક ભાડું કેટલું ચૂકવાયું તેની વિગતો મનપાએ હજુ સુધી જાહેર કરી નથી.
વિડિયોગ્રાફી: કામગીરીના રેકોર્ડિંગ માટે ₹28 લાખ ચુકવાયા.
પીવાનું પાણી: કામગીરી દરમિયાન પીવાના પાણી પાછળ ₹22 લાખથી વધુનો ખર્ચ દર્શાવાયો.
મંડપ સર્વિસ: ₹9.10 લાખનું બિલ ચૂકવી દેવાયું.
વાહન વ્યવહાર: અધિકારીઓ અને કર્મચારીઓને લાવવા-લઈ જવા (તેડવા-મૂકવા) માટે ₹6.69 લાખનો ખર્ચ કરાયો.

કેમેરામેનના બિલમાં ગડબડ:

આ ક્ષેત્રે એક ગંભીર ગેરરીતિ પણ સામે આવી છે, જેમાં એક કેમેરામેનને વાસ્તવિકતામાં ₹2 હજાર ચૂકવાયા હોવા છતાં તેની સામે ₹4 હજારનું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાનો મુદ્દો ગરમાયો છે.

કાજુ કતરી વિવાદ અને 27 લાખનું ફૂડ બિલ હજુ બાકી!
એક તરફ કરોડો રૂપિયાની ચૂકવણી થઈ ચૂકી છે, તો બીજી તરફ વિવાદોમાં ઘેરાયેલું ₹27 લાખનું રિફ્રેશમેન્ટ ફૂડ બિલ (કાજુ કતરી વિવાદ) હજુ પેન્ડિંગ છે, જેની તપાસ હાલમાં તપાસ સમિતિ કરી રહી છે.

આ મુદ્દે રાજકોટના મેયરે અગાઉ નિવેદન આપ્યું હતું કે, "જે બિલોની ચુકવણી થઈ ગઈ છે તેમાં હવે કંઈ થઈ શકે નહીં." મેયરના આ નિવેદન બાદ વિપક્ષ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ધુમાડા સામે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ સમગ્ર ખર્ચની સંપૂર્ણ અને નિષ્પક્ષ પારદર્શિતા ક્યારે સામે આવશે?

આ સમાચાર શેર કરો