મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નરેન્દ્ર મોદીના જનસેવાના ૨૫ વર્ષ: ૧૭ સપ્ટેમ્બરે પ્રગટાવો દીપ

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખમય જ

તસવીર: gstv

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીની દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ  વિશ્વકર્મા દ્વારા એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના જનસેવાના ગૌરવવંતા ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે 17 સપ્ટેમ્બરના રોજ સાંજે સાત કલાકે ગુજરાતના દરેક પરિવાર દ્વારા પોતાના ઘરમાં ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવે તેવી અપીલ કરવામાં આવીછે... કરોડો દિવડાની આ ઝળહળતી જ્યોત થકી દેશના લોકપ્રિય નેતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે. આવો, સૌ સાથે મળીને ‘વિકસિત ભારત–૨૦૪૭’ના ભવ્ય સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને રાષ્ટ્રસેવાના આ પર્વને દીપોત્સવની જેમ ઉજવીને પ્રધાનમંત્રીના  ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવીએ તેવી પ્રદેશ ભાજપ અધ્યક્ષે અપીલ કરી,,.

આ સમાચાર શેર કરો