Video: સુરતમાં 24 વર્ષીય યુવતી બેભાન થઈ ઢળી પડતાં પ્રાણપંખેરુ ઊડી ગયું, જુઓ CCTV માં મોતના લાઇવ દ્રશ્યો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક 24 વર્ષીય યુવતી સ્ટેજ પર સ્પીચ આપતી હતી ત્યારે તેણીને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
યુવતી અચાનક જ બેભાન થઈને ઢળી પડી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવતીનું કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મૃતક યુવતીનું નામ જીલ સુરેશભાઈ ઠક્કર છે અને તેની ઉંમર 24 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જીલ સ્ટેજ પર સ્પીચ આપી રહી હતી તે દરમિયાન અચાનક જ બેભાન થઈને ઢળી પડી હતી, જે બાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જોકે ફરજ પરના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી.
જાહેરાત








