મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાચવજો..! રાજકોટમાં ગરમીના કારણે છેલ્લા 48 કલાકમાં 2 લોકોના મોત

રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચતા છેલ્લા 48 કલાકમાં હીટ સ્ટ્રોકના કારણે બે લોકોના મોત

રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચતા છેલ્લા 48 કલાકમાં હીટ સ્ટ્રોકના કારણે બે લોકોના મોત નિપજ્યા છે.મેટોડામાં કારખાનામાં કામ કરતા શ્રમિક શૈલેષ બારીયા બાઈક પરથી પડી જતા બેભાન થયા હતા. તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન સનસ્ટ્રોકના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ, બેડી નાકા પાસે રહેતા કલ્પેશ વ્યાસને લૂ લાગવાથી ઝાડા-ઉલ્ટી થયા હતા. બે દિવસની સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાં તેમનું પણ મોત નીપજ્યું છે.  

આ સમાચાર શેર કરો