Ahmedabad: નરોડા શાક માર્કેટમાં પોલીસકર્મી પર પથ્થરમારો કરવાના મામલે 2 શખ્સોની ધરપકડ
અમદાવાદના નરોડા શાક માર્કેટમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે. ગઈકાલે સાંજે કોર્પોરે
અમદાવાદના નરોડા શાક માર્કેટમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે. ગઈકાલે સાંજે કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમ દબાણ હટાવવા ગઈ હતી. જેમાં એક લારીવાળાએ પાછળથી પથ્થર મારતા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો.જેને સારવાર માટે ખસેડાયો હતો.આ ઘટનામાં નરોડા પોલીસે 2 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કરાયેલા ગેરકાયદે દબાણને AMC દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, ત્યારે 22 ડિસેમ્બરે રાત્રે ઉત્તર ઝોનના અસ્ટેટ વિભાગની ટીમ પોલીસને સાથે રાખીને નરોડા વિસ્તારમાં વેજિટેબલ માર્કેટ બહારના દબાણ દૂર કરવા પહોંચી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ટોળુ એકઠું થઈ ગયું હતું. તેવામાં લારીવાળાઓ દ્વારા પોલીસ અને કોર્પોરેશનની ટીમ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.








