Video: ધ્રોલમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારજનોએ તટસ્થ તપાસની કરી માંગ

જામનગરના ધ્રોલમાં જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કર

જામનગરના ધ્રોલમાં જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. ખંભાળિયાની ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી હિરલ નામની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ધ્રોલ પોલીસે મૃતદેહને જામનગર પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિદ્યાર્થીની એ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારને ઘટનાની મોડી જાણ કરવામાં આવી હોવાનો આરોપ મૂકાયો છે. મૃતક દીકરી સાથે કઈંક અજુગતું થયું હશે તેવી શંકા વ્યક્ત કરી પરિવારજનોએ આ અંગે તટસ્થ તપાસની માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત