VIDEO: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17 આરોપીઓની ધરપકડ, અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ
અમદાવાદમાં નળ સરોવર પાસેના ધરજી ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર ગામવાસીઓ
અમદાવાદમાં નળ સરોવર પાસેના ધરજી ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર ગામવાસીઓએ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી કુલ 17 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ ગામમાં કોમ્બિંગ કરીને આશરે 20 લોકોની અટકાયત કરી છે. માહિતી મુજબ એક આરોપી પોલીસથી બચવા ફરાર થયો હતો પરંતુ પોલીસે પીછો કરીને તેને પકડી પાડ્યો છે. હાલ પોલીસે મળેલા વીડિયો આધારે અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
જાહેરાત








