VIDEO: માળીયા હાટીના તાલુકાના 15 યુવાનોનો બચ્યો જીવ, ફસાયા હતા નદીના પુરના પાણીમાં
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જુનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જુનાગઢ માળીયાહાટીના તાલુકાના ગળુ અને વિષણવેલ ગામના 15 યુવકો ફસાયા હતા, જોકે ભારે જહેમતબાદ તેમનો જીવ બચ્યો હતો.
મેઘલ નદીનું પાણી રસ્તા પર ફરી વળ્યું
મળતા અહેવાલ પ્રમાણે આ યુવાને નાળિયેર ઉતારવાનું કામ કરવા ગયા હતા, તેઓ નાળિયેર ઉતારીને જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે મેઘલ નદીમાં ઉપરવાસના જળાશયોમાંથી છોડેલા પાણીને કારણે પુર આવ્યું હતું. ત્યારે નાળીયેર ઉતારવા ગયેલા યુવકો ફસાયા હતા. માર્ગ પર નદીનું પાણી ફરી વળ્યું હતું.
તમામ યુવકો હેમખેમ રીતે બહાર નીકળી ગયા
ફસાયેલા યુવકોને તેમના મિત્રો અને સ્થાનિક લોકો દ્વારા દોરડા બાંધીને પુરના પાણીમાંથી રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા જેમાં તમામ યુવકો હેમખેમ રીતે બહાર નીકળી ગયા હતા.






