મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ રેંગિગ કાંડ: 15 આરોપી વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ થશે, સમગ્ર ઘટનાનું રીકન્સ્કટ્રશન કરાશે

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતના મામલે પોલીસ દ્વારા તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કર

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતના મામલે પોલીસ દ્વારા તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાશે તેમજ બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાશે. પોલીસ દ્વારા એન્ટિરેગિંગ કમિટીના જવાબો પણ લેવામાં આવશે.મેડિકલ હોસ્ટેલના વોર્ડન, સિક્યુરિટીના નિવેદનો પણ લેવામાં આવશે.

સુરેન્દ્રનગરના જેસડા ગામનો હતો વિદ્યાર્થી

સુરેન્દ્રનગરના જેસડા ગામનો મેથાણીયા અનિલ પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા સતત બેથી ત્રણ કલાક સુધી તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું. કોલેજના સત્તાધીશો દ્વારા આ અંગે પોલીસને જાણ કરીને વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: રાજકોટના મવડીમાં કેટરર્સના સંચાલક પર થયો ઘાતકી હુમલો

શું હતી સમગ્ર ઘટના

શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કૉલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થઈ તેનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીના મોત બાદ પરિવારે આરોપ લગાવ્યો હતો કે, મારા દીકરાનું રેગિંગ કરવામાં આવ્યું હતું અને તેના કારણે તેનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થીનો મૃતદેહ હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

 સાડા ત્રણ કલાક સતત ઊભા રાખવામાં આવ્યા

આ સાથે જ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણ કલાક સતત ઊભા રાખવામાં આવ્યા હતાં. આ દરમિયાન તેમને ગીતો ગવડાવવામાં આવ્યા, ડાન્સ કરાવવામાં આવ્યો અને ગાળો બોલી રૂમની બહાર ન જવાનો આદેશ આપી માહોલની મજા લીધી. વિદ્યાર્થીઓને આશરે ત્રણ કલાક સુધી શારીરિક અને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો