VIDEO: હોસ્ટેલમાં વાસી ખીર ખાતાં ૧૪૭ બાળાઓને ફૂડ પોઇઝનિંગ, ૨૬ની હાલત ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ગોખરવાળામાં આવેલી કસ્તુર

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ગોખરવાળામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સામૂહિક ફૂડ પોઈઝનિંગની ઘટનાએ ચિંતા વધારી છે. કુલ 147 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 26 વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ગંભીર હાલતમાં રહેલી 5 વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં વાસી ખીર અને અન્ય ખોરાક પીરસાતા આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટનાના 24 કલાક બાદ વિદ્યાલયના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચતા વાલીઓએ ભારે રોષ વ્યક્ત કરી ઘેરાવ કર્યો હતો. સમગ્ર મામલે આરોગ્ય અને શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે.




