VIDEO: ઓખાના દરિયામાં બોટમાં ફસાયા હતા 13 માછીમારો, કોસ્ટગાર્ડે મધરાત્રે રેસ્ક્યુ કરીને બચાવ્યો જીવ
દ્વારકામાં બારેમેઘ ખાંગા થયા છે. જામખંભાળિયામાં તો આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે રાજ્ય
દ્વારકામાં બારેમેઘ ખાંગા થયા છે. જામખંભાળિયામાં તો આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે રાજ્યના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. ઓખામાં ભારે કરંટ વચ્ચે એક બોટ ફસાયેલી હતી. આ બોટમાં સવાર 13 માછીમારોને મોતના મુખમાંથી કોસ્ટગાર્ડ દ્વારા મધરાતે બચાવ્યા હતા.
રેસ્ક્યુ કરાયેલા 13 માછીમારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
તોફાની દરિયામાં કોસ્ટ ગાર્ડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરીને આ માછીમારોનો જીવ બચાવ્યો હતો. ભારે પવના અને કરંટના કારણે દરિયો ખેડવાની તંત્રે ચેતવણી આપી છે. હાલ રેસ્ક્યુ કરાયેલા 13 માછીમારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.






