VIDEO: છોટાઉદેપુરના નસવાડીમાં લાઈટ-પંખા વગર અધૂરા મકાનમાં ભણવા મજબૂર ૧૨ ભૂલકાં
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડબા ગામે પ્રાથમિક શાળ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડબા ગામે પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતાં ભૂલકાંઓની માઠું બેસવાનો વારો આવ્યો છે. બાળકોનું ભણતર ન બગડે તે માટે સ્થાનિક ખેડૂતે પોતાનું અધૂરું મકાન આપતાં માનવતા દાખવી છે. ધોરણ ૧ થી ૫ ના ૧૨ બાળકો અને એક શિક્ષક ધરાવતી આ શાળામાં લાઈટ, પંખા કે પાકા ફ્લોરિંગ જેવી પાયાની સુવિધાઓનો ઘોર અભાવ છે. કાળઝાળ ગરમીમાં પંખા વગર બેસીને નાના બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સરકારી દાવાઓ વચ્ચે છેવાડાના ગામડામાં શિક્ષણની આ સ્થિતિ જોઈ તંત્રની બેદરકારી સામે ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




