મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: યાત્રાધામ શામળાજીમાં ૧૦૮ મટકી ફોડ અને ભવ્ય શોભાયાત્રાનું કરાશે આયોજન

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ

તસવીર: gstv

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે મંદિર પ્રશાસન અને યુવક મંડળો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મંદિર પરિસરને રંગબેરંગી રોશની અને પુષ્પોથી સુશોભિત કરવામાં આવશે. શામળાજી યુવક મંડળ દ્વારા સવારે ૧૦ વાગ્યે ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેમાં ૧૦૮ દહી હાંડીની મટકીઓ બાંધવામાં આવશે. શોભાયાત્રામાં ૨૦૦ કિલો અબીલ-ગુલાલ અને પંજરી-બૂંદીનો પ્રસાદ વિતરીત કરાશે, જ્યારે ભજન મંડળીઓ કૃષ્ણ ભક્તિની રમઝટ બોલાવશે. ભગવાન કાળિયા ઠાકોરના દર્શન અને મહોત્સવ માટે હજારો ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો