મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પૂરી: મુસળધાર વરસાદથી યાત્રાધામ પૂરીના અનેક વિસ્તારો જળબંબાકાર

ઓડિશાના પ્રસિદ્ધ યાત્રાધામ પૂરી અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદે ધમરોળ્યા

તસવીર: gstv

ઓડિશાના પ્રસિદ્ધ યાત્રાધામ પૂરી અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદે ધમરોળ્યા છે. અવિરત પડેલા મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો, નીચાણવાળા રહેણાંક વિસ્તારો અને શ્રી જગન્નાથ મંદિર પરિસર નજીકના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિક રહીશો તેમજ દેશભરમાંથી દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના ઝડપી નિકાલ માટે પંપિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો