VIDEO: "10 વર્ષ દિલ્હી, 5વર્ષ પંજાબ... પણ કેમ નથી ફૂટ્યું એક પણ પેપર?" – કેજરીવાલે ખોલ્યું સફળતાનું મોટું રાજ!
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અર્વિંદ કેજરીવાલે શિક્ષણ ક્ષેત્રે તેમની સરકારની ઉપલબ્ધિઓ પર ભાર મૂકતા વિપક્ષી દાવોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. દિલ્હીમાં પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી અને પંજાબમાં AAP શાસન દરમિયાન એક પણ પરીક્ષાનું પેપર લીક થયું નથી.
કેજરીવાલે જણાવ્યું, "અમે દિલ્હીમાં 10 વર્ષથી સત્તામાં હતા ત્યારે એક પણ પરીક્ષાનું પેપર લીક થયું નથી; અમે પંજાબમાં 5 વર્ષથી સત્તામાં છીએ અને ત્યાં પણ એક પણ પેપર લીક થયું નથી. આ સત્ય ખરેખર તેમને (વિરોધીઓને) ખૂંચે છે."
તાજેતરના વિવાદ અંગે સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું કે, "બે કેન્દ્રો પર કેટલાક વિદ્યાર્થીઓ સ્માર્ટ પેન અંદર લઈ જવામાં સફળ રહ્યા હતા. આ સ્માર્ટ પેનનો ઉપયોગ કરીને તેમણે પરીક્ષાનું પેપર સ્કેન કરી બહાર મોકલીને ઉત્તરો મેળવવાનો એટલે કે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે 10-12 વિદ્યાર્થીઓને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. વાસ્તવમાં કોઈ પેપર લીક થયું જ નથી; તેઓ ખોટા આરોપો લગાવી રહ્યા છે."
પંજાબમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા સુધારાનો ઉલ્લેખ કરતા AAP સુપ્રીમોએ કહ્યું, "જ્યારે 2022માં પંજાબમાં અમારી સરકાર બની ત્યારે તેની અગાઉના વર્ષે રાજ્ય શિક્ષણ ક્ષેત્રે 27મા ક્રમે હતું. આજે તે પ્રથમ ક્રમે પહોંચી ગયું છે, તેણે કેરળને પણ પાછળ છોડી દીધું છે. શિક્ષણ ક્ષેત્રે જે ભવ્ય કામગીરી થઈ છે તેને બદનામ કરવા અને તેના પર ઝૂઠા આરોપો લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."






