Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Dhurandhar' actor arrested after woman complains, 'Rape him for 10 years'

"10 વર્ષ સુધી રેપ કર્યો", મહિલાની ફરિયાદ બાદ 'Dhurandhar' ફિલ્મના એક્ટરની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 26 Jan 2026
લાઇવ ટીવીGoogle News
"10 વર્ષ સુધી રેપ કર્યો", મહિલાની ફરિયાદ બાદ 'Dhurandhar' ફિલ્મના એક્ટરની ધરપકડ
સોર્સ : GSTV

'ધુરંધર' ફિલ્મમાં રહેમાન ડાકુ (અક્ષય ખન્ના) ના રસોઈયા અખલાકનું પાત્ર ભજવનાર પ્રખ્યાત અભિનેતા નદીમ ખાન મુશ્કેલીમાં મુકાયા છે. અભિનેતા પર તેમના ઘરે કામ કરતી હાઉસહેલ્પએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે નદીમે તેને 10 વર્ષ સુધી અંધારામાં રાખી તેનું શોષણ કર્યું હતું. મહિલાની ફરિયાદ બાદ અભિનેતાની બળાત્કારના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે.

App Store

નદીમ પર લાગ્યા આ ગંભીર આરોપ

એક્ટર નદીમ પર પોતાના જ ઘરે કામ કરતી મહિલા સાથે બળાત્કાર અને યૌન શોષણ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે નદીમ છેલ્લા 10 વર્ષથી તેને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. પરંતુ હવે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી છે. આ આરોપો બાદ પોલીસે અભિનેતાની ધરપકડ કરી છે.

Bollywood News: Actor Nadeem Khan Arrested in Rape Case

 મહિલાનું કહેવું છે કે નદીમે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને આ દિલાસો આપીને તે છેલ્લા 10 વર્ષથી તેની સાથે શારીરિક સંબંધો બાંધી રહ્યો હતો, પરંતુ હવે તેણે ના પાડી દીધી છે. નદીમ વિશે આવેલા આ સમાચારથી લોકો ચોંકી ગયા છે.

પોલીસનું કહેવું છે કે - 41 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે 22 જાન્યુઆરીએ નદીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. નદીમ તાજેતરમાં જ બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર' માં જોવા મળ્યો હતો અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. ફરિયાદ મુજબ, મહિલા અલગ-અલગ કલાકારોના ઘરે કામ કરતી હતી. વર્ષો પહેલા તે નદીમ ખાનના સંપર્કમાં આવી હતી, ત્યારબાદ બંને વચ્ચે નિકટતા વધી હતી.

લગ્નનું વચન આપીને ફરી ગયો એક્ટર: મહિલાનો આરોપ

પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું કે મહિલાનો આરોપ છે કે નદીમે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને આ જ વિશ્વાસ અપાવીને તેણે છેલ્લા 10 વર્ષમાં માલવણી સ્થિત તેના ઘરે અને વર્સોવા સ્થિત પોતાના ઘરે અનેકવાર બળાત્કાર કર્યો હતો. પરંતુ બાદમાં નદીમે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો, ત્યારબાદ મહિલાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ ઘટના માલવણી પોલીસના અધિકારક્ષેત્રમાં આવતા મહિલાના ઘરે બની હતી અને પીડિતા પણ તે જ વિસ્તારમાં રહે છે, તેથી વર્સોવા પોલીસે કેસને 'ઝીરો FIR' હેઠળ ટ્રાન્સફર કર્યો છે. હાલ નદીમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નદીમ ખાનની વાત કરીએ તો, તેને 'ધુરંધર' ફિલ્મથી ઘરે-ઘરે ખાસ ઓળખ મળી હતી. જોકે, ફિલ્મમાં તેમનો રોલ નાનો હતો. આ સિવાય પણ તે ઘણી ફિલ્મોમાં સાઈડ રોલ કરી ચૂક્યો છે. નદીમ ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'વધ' માં પણ જોવા મળ્યો હતો.