Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / ઇયર એન્ડર ૨૦૨૪ : These cricketers become father this year

YEAR ENDER 2024 / રોહિત-વિરાટ સહિતના આ ક્રિકેટર્સના ઘરે ગુંજી કિલકારી, એક ખેલાડી તો ત્રીજી વખત બન્યો પિતા

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2024
લાઇવ ટીવીGoogle News
YEAR ENDER 2024 / રોહિત-વિરાટ સહિતના આ ક્રિકેટર્સના ઘરે ગુંજી કિલકારી, એક ખેલાડી તો ત્રીજી વખત બન્યો પિતા

આ વર્ષે ઘણા ક્રિકેટર્સના ઘરોમાં કિલકારી ગુંજી છે. આ યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સામેલ છે. આ સિવાય પાકિસ્તાનનો શાહીન આફ્રિદી પણ પિતા બન્યો છે. કોઈ ક્રિકેટર પહેલી વખત પિતા બન્યો તો કોઈ બીજી વખત. એક ક્રિકેટરે આ વર્ષે તેના ત્રીજા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. ચાલો તમને આ વિશે વિગતવાર જણાવીએ.

App Store

આ પણ વાંચો: YEAR ENDER 2024 / રોહિત-વિરાટથી લઈને ડેવિડ વોર્નર સુધી આટલા ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત

વિરાટ કોહલી

આ વર્ષે પિતા બનેલા ક્રિકેટર્સની યાદી વિરાટ કોહલીથી જ શરૂ થાય છે. વિરાટ કોહલી આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજી વખત પિતા બન્યો હતો. વિરાટ અને અનુષ્કાએ વર્ષની શરૂઆતમાં તેમના પુત્રનું સ્વાગત કર્યું હતું. તેનું નામ અકાય રાખ્યું છે. તેમને એક પુત્રી વામિકા પણ છે.

રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ આ વર્ષે બીજી વખત પિતા બન્યા છે. ભારતીય કપ્તાન પણ એક દીકરાનો પિતા બન્યો, જેનું નામ અહાન રાખ્યું છે. રોહિત અને રિતિકાને એક પુત્રી સમાયરા પણ છે.

કેન વિલિયમસન

આ વર્ષે ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસનના ઘરે પણ કિલકારી ગુંજી હતી. વિલિયમસન ત્રીજી વખત પિતા બન્યો છે. વિલિયમસનના ઘરે દીકરીનો જન્મ થયો છે. તેને આ સિવાય પણ એક પુત્રી અને પુત્ર છે.

સરફરાઝ ખાન

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાન પણ આ વર્ષે પિતા બન્યો છે. સરફરાઝની પત્ની રોમાના ઝહુરે એક પુત્રને જન્મ આપ્યો હતો.

ટ્રેવિસ હેડ

ક્રિકેટના મેદાન પર ભારતના દુશ્મન તરીકે ઓળખાતો ટ્રેવિસ હેડ બીજી વખત પિતા બન્યો છે. હેડે તેના દીકરાના જન્મની માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી. તેને એક દીકરી પણ છે.

શાહીન આફ્રિદી

પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ 2022માં પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા આફ્રિદી સાથે લગ્ન કર્યા હતા. શાહીન ઓગસ્ટ 2024માં એક પુત્રનો પિતા બન્યો હતો.