યુવકના શરીરમાં ઘૂસ્યો પ્રથમ વિશ્વયુદ્ધનો 'જીવતો બોમ્બ'! ડોક્ટરોએ હોસ્પિટલ ખાલી કરાવી

ફ્રાંસની એક હોસ્પિટલમાં બનેલી ઘટના સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહી છે. આ બનાવમાં પેટના દર્દથી પીડાતો એક યુવાન હોસ્પિટલ આવ્યો. તને સખત દુખાવો થઈ રહ્યો હતો. ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી તેના પેટનું દર્દ જાણવાનો પ્રયાસ કર્યો તો તેમના હોશ જ ઊડી ગયા. ડોક્ટરો અવાચક થઈ ગયા. દર્દીના પેટની અંદર જે વસ્તુ હતી તે અકલ્પનીય હતી.
હોસ્પિટલમાં દાખલ થયેલા યુવકના પેટમાં જે વસ્તુ હતી તેને લઈને સાવચેતીના ભાગ રૂપે ડોક્ટરોએ આખી હોસ્પિટલ ખાલી કરાવી દીધી. ડોક્ટરોએ ઓપરેશન વખતે પેટમાં તોપનો ગોળો જોતાં આખી હોસ્પિટલ ખાલી કરવી પડી હતી. વાસ્તવમાં યુવકના શરીરની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના સમયનો તોપનો ગોળો ફસાયેલો જોવા મળ્યો હતો. દર્દીની હાલત જોઈને ડોક્ટરો પણ અચંબામાં પડી ગયા.
ખાનગી ન્યૂઝ રિપોર્ટ મુજબ, ૨૪ વર્ષના યુવાનને શનિવાર રાત્રે ટુરુજના રંગુ ઈલમાં દુર્ઘનાને કારણે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયો હતો. યુવકની શારીરિક સ્થિતિ અત્યંત ખરાબ હતી. તેના શરીરના નીચલા ભાગમાં દુર્ઘટનાવશ 8 ઈંચનો ગોળો શરીરની અંદર જતો રહ્યો હતો. ડોક્ટરોએ ઈમરજન્સી સર્જરી કરતાં તેના શરીરમાંથી જીવીત બોમ્બ હોવાનું સામે આવ્યું હતું. જેના ફાટવાના ડરથી એલર્ટ કરી દેવાયા હતા. સર્જરી બાદ ધ્યાન આવ્યું કે 24 વર્ષીય યુવકની ગુદામાં પ્રથમ વિશ્વયુદ્ધ ( 1914-1918 વખતના એક તોપનો 8 ઈંચનો લાંબો ગોળો ફસાયેલો હતો. જેના કારણે હોસ્પિટલ પરિસરની અંદર હાજર તમામ લોકોને બહાર કરી દેવાયા હતા.
ડોક્ટરોએ સફળ ઓપરેશન પાર પાડ્યા બાદ બોમ્બ નિષ્ક્રિય ન હોવાથી બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા અને ફાયર ફાઇટર ઘટનાસ્થળે હાજર હતા. અધિકારીઓ દ્વારા વિસ્ફોટક પરિસ્થિતિની તપાસ કરવા દરમિયાન મેડિકલ સેન્ટરની આસપાસ સુરક્ષા ઘેરો ગોઠવી દીધો હતો. યુવાનના ગુદામાર્ગમાંથી તોપગોળો કાઢવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.
ત્યાર બાદ બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાતોએ ગોળો દૂર કર્યો. જોકે, પિત્તળ અને તાંબાથી બનેલો જૂનો ગોળો તે માણસના ગુદામાર્ગમાં કેવી રીતે ફસાઈ ગયો તે હજુ પણ જાણી શકાયું નથી. ફ્રેન્ચ મીડિયા અહેવાલો દાવો કરે છે કે દારૂગોળાની વિચિત્ર સ્થિતિ કોઈ પાર્ટીમાં થયેલા અજીબોગરીબ સ્ટંટનું પરિણામ હોઈ શકે છે.

