Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Why has tension increased in Pakistan due to the Iran-Israel war? Schools and colleges closed, 'work from home' order in offices

VIDEO: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધથી પાકિસ્તાનમાં કેમ વધ્યું ટેન્શન! સ્કૂલ-કોલેજો બંધ, ઓફિસોમાં 'વર્ક ફ્રોમ હોમ'નો આદેશ

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મિડલ ઈસ્ટ સંકટને કારણે તેલના ભાવ 100 ડોલરથી વધી ગયા બાદ પાકિસ્તાન સરકારે સોમવારે ઈંધણ (ફ્યુઅલ) બચાવવા માટેના કેટલાક ઉપાયો જાહેર કર્યા છે. આ અંતર્ગત સરકારે જાહેરાત કરી છે કે શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે અને સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ ખુલશે.

App Store

અહેવાલ મુજબ, વડાપ્રધાન શહબાઝ શરીફે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "ઈંધણ બચાવવા માટે બેંકો સિવાયની સરકારી કચેરીઓ અઠવાડિયામાં ચાર દિવસ ખુલશે. આ અઠવાડિયું પૂરું થયા પછી તમામ શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે અને ઉચ્ચ શિક્ષણના વર્ગો ઓનલાઈન લેવામાં આવશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "જરૂરી સેવાઓ સિવાય, સરકારી વિભાગોમાં 50 ટકા સ્ટાફ ઘરેથી કામ (WFH) કરશે." વડાપ્રધાને એ પણ જાહેરાત કરી છે કે આગામી બે મહિનામાં સરકારી વિભાગોને આપવામાં આવતા ઈંધણમાં 50 ટકાનો કાપ મુકવામાં આવશે.

વડાપ્રધાનની મોટી જાહેરાતો

આગામી બે મહિના માટે સરકારી વાહનોના ફ્યુઅલ એલાઉન્સમાં 50%નો કાપ. (એમ્બ્યુલન્સ અને પબ્લિક બસ જેવી ઓપરેશનલ ગાડીઓને છૂટ).

આગામી બે મહિના માટે તમામ ફેડરલ અને પ્રોવિન્શિયલ સરકારી કચેરીઓના 60% વાહનો ગ્રાઉન્ડેડ (બંધ) રહેશે.

ફેડરલ અને પ્રોવિન્શિયલ કેબિનેટના સભ્યો આગામી બે મહિના સુધી પગાર અને ભથ્થાં લેશે નહીં.

ફેડરલ અને પ્રોવિન્શિયલ ધારાસભ્યોના પગારમાં બે મહિના માટે 25%નો કાપ મૂકવામાં આવશે.

BS-20 ગ્રેડના સરકારી અધિકારીઓ, જેઓ 3,00,000 રૂપિયા કે તેથી વધુ કમાય છે, તેઓ બે દિવસનો પગાર લેશે નહીં. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓને આમાંથી મુક્તિ અપાઈ છે.

ચોથા ક્વાર્ટર માટે તમામ સરકારી કચેરીઓના બિન-કર્મચારી ખર્ચમાં 20%નો ઘટાડો.

જાહેર ક્ષેત્રમાં 50% સ્ટાફ ઘરેથી કામ કરશે. બેંકિંગ અને જરૂરી સેવાઓને આમાં છૂટ છે.

તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ 16-31 માર્ચ દરમિયાન ઓનલાઈન ક્લાસ ચલાવશે. શાળાઓમાં બે અઠવાડિયાની રજા રહેશે.

જૂન 2026 સુધી સરકારી વિભાગો માટે નવી ગાડીઓ, ફર્નિચર, એસી અને અન્ય વસ્તુઓની ખરીદી પર પ્રતિબંધ.

ઈંધણ બચાવવા માટે ટેલિકોન્ફરન્સિંગ અને ઓનલાઈન મીટિંગને પ્રાધાન્ય આપવામાં આવશે.

સત્તાવાર ડિનર અને ઈફ્તાર પાર્ટીઓ પર પ્રતિબંધ રહેશે.

સેમિનાર અને કોન્ફરન્સ હોટલને બદલે સરકારી સ્થળો પર યોજવામાં આવશે.

તેલના પુરવઠાને જાળવી રાખવા માટે વ્યૂહાત્મક પગલાં લેવામાં આવશે.

કેમ લેવો પડ્યો આ નિર્ણય?

પાકિસ્તાનમાં ઈંધણની અછત હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા સંકટને કારણે થઈ છે, જે અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધનું પરિણામ છે. પાકિસ્તાનને મોટાભાગનો તેલ પુરવઠો આ માર્ગેથી મળે છે. પુરવઠો ખોરવાતા શનિવારે જ પેટ્રોલના ભાવમાં જંગી વધારો કરવો પડ્યો હતો. મોડી રાત્રે થયેલી જાહેરાતમાં પેટ્રોલના ભાવમાં 55 PKR (ભારતીય ચલણ મુજબ આશરે 18 રૂપિયા)નો વધારો કરાયો છે, જે દેશના ઇતિહાસમાં સૌથી મોટો વધારો છે.

આસમાને પહોંચ્યા પેટ્રોલના ભાવ

માત્ર પેટ્રોલ જ નહીં, હાઈ-સ્પીડ ડીઝલની કિંમતમાં પણ 20%નો વધારો થયો છે. ડીઝલની કિંમત PKR 280.86થી વધીને હવે PKR 335.86 પ્રતિ લિટર થઈ ગઈ છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે કહ્યું, "પાડોશી દેશમાં લાગેલી આગ આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આ સંકટ ક્યારે અટકશે તેની કોઈ ચોક્કસ સમયસીમા નથી."