મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઇબ્રાહિમ રઇસીના કાફલામાં હતા 3 હેલિકૉપ્ટર, અંતે ઇરાનના રાષ્ટ્રપતિનું જ હેલિકૉપ્ટર કેમ ક્રેશ થયું? સવાલ ઉભા થયા

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટર ક્રેશમાં મોત બાદ કેટલાક સવાલ ઉભા થયા છે. જ્યારે આ દૂર્ઘટન

ઇબ્રાહિમ રઇસીના કાફલામાં હતા 3 હેલિકૉપ્ટર, અંતે ઇરાનના રાષ્ટ્રપતિનું જ હેલિકૉપ્ટર કેમ ક્રેશ થયું? સવાલ ઉભા થયા

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટર ક્રેશમાં મોત બાદ કેટલાક સવાલ ઉભા થયા છે. જ્યારે આ દૂર્ઘટના બની ત્યારે રઇસી અજરબેજાન બોર્ડર વિસ્તારમાંથી પરત ફરતા હતા. ઇરાનના રાષ્ટ્રપતિના કાફલામાં કૂલ 3 હેલિકૉપ્ટર હતા, બાકી 2 હેલિકૉપ્ટર સુરક્ષિત છે પરંતુ રઇસીનું હેલિકૉપ્ટર ધ્વસ્ત થઇ ગયું છે. આ વાત કેટલાક સવાલોને જન્મ આપી રહી છે કે અંતે કેમ રાષ્ટ્રપતિનું જ હેલિકૉપ્ટર દૂર્ઘટનાનો શિકાર બન્યું. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે આ દૂર્ઘટના ઇરાન અને ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે બની છે માટે તેને ઇઝરાયેલ સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે.

આ માટે ઇઝરાયેલ પર શક

ઇઝરાયેલ અવાર નવાર દુશ્મનોને વિદેશી ધરતી પર મારવાનું ષડયંત્ર રચે છે. આવા ઓપરેશનને ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદ અંજામ આપે છે. અજરબેજાન અને ઇઝરાયેલના રાજકીય સંબંધ પણ ઘણા મજબૂત છે. 2012માં એક અખબારમાં છપાયેલા એક લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોસાદ ઇરાન પર નજર રાખવા માટે અજરબેજાનની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. એક તથ્ય એવું પણ કહેવામાં આવે છે કે અજરબેજાનમાં ઇઝરાયેલી એજન્ટોની તુલનામાં ઇરાન રિવોલ્યૂશનરી ગાર્ડ વધારે સક્રિય છે પરંતુ આ લેખમાં ઇઝરાયેલના એજન્ટનું કહેવું હતું કે અમારી અને તેમના કામ કરવાની રીત અલગ છે. અજરબેજાન અને ઇરાન વચ્ચે સમયે સમયે ટકરાવનું કારણ ઇઝરાયેલ જ રહ્યું છે.

ઇઝરાયેલનો હાથ હોય તો અંત સારો નહીં હોય

જો આ હુમલામાં ઇઝરાયેલનો હાથ હોવાનું જાણવા મળ્યું તો અજરબેજાન અને ઇરાનના સંબંધ ફરી બગડી શકે છે. હિજબુલ્લાએ ધમકી આપી છે કે જો ઇઝરાયેલનો આ ઘટનામાં હાથ હોવાનું જાણવા મળ્યું તો અંત સારો નહીં હોય. વિસ્તારમાં ટકરાવ વધી શકે છે. જાણકારો માને છે કે જો આવું બન્યું તો વધુ એક જંગનો સામનો કરવો પડશે જેને કારણે કાચુ તેલ અને સોનુ મોંઘુ બની શકે છે.

આ સમાચાર શેર કરો