બ્રિટનમાં છેલ્લા એક સપ્તાહથી ચાલતી હિંસા ઉગ્ર બની, વડાપ્રધાને જાહેર કરી ચેતવણી
બ્રિટનના સાઉથપોર્ટમાં એક સપ્તાહથી ચાલતી હિંસા અને અશાંતિને ડામવા ઇમરજન્સી બેઠક બોલાવવી પડી છે. બ

બ્રિટનના સાઉથપોર્ટમાં એક સપ્તાહથી ચાલતી હિંસા અને અશાંતિને ડામવા ઇમરજન્સી બેઠક બોલાવવી પડી છે.
બ્રિટનના વડાપ્રધાને વધતી જતી હિંસાની ગંભીર નોંધ લઇને જવાબદારો સામે કડક પગલા ભરવાની વાત કરી છે. સાઉથપોર્ટમાં પોલીસ અને તોફાનીઓની ભીડ વચ્ચે ઝપાઝપી થતા 3 યુવતીઓના મોત થયા હતા.
યુવતીઓ પર ચાકુથી હુમલો કરનાર શંકાસ્પદ એકસેલ રુદાકુબાના બ્રિટનમાં જન્મેલો 17 વર્ષનો યુવક હતો. એકસેલે કુલ 10 બાળકોની હત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં 8 બાળકો હતા. ખોટી જાણકારી અને સોશિયલ મીડિયા દ્વારા નફરત ફેલાવવામાં આવતા ગેરસમજણથી આખી ઘટના બની હતી. જે લોકો તોફાન કરી રહયા છે એમને ઘટના સાથે કોઇ જ લેવા દેવા ન હતી. 2011 પછી બ્રિટનમાં ફેલાયેલી સૌથી મોટી હિંસા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણપંથી જૂથોએ મુસ્લિમ વિરોધી અને અપ્રવાસી લોકો વિરુધ લાગણીઓ ઉશ્કેરી હતી. આ ઘટનાના એક સપ્તાહમાં અશાંતિની આગ બ્રિટનના અનેક ભાગોમાં ફેલાઇ ગઇ હતી. તોફાનીઓ રોદરહૈમ શહેરમાં હોલિડ ઇન એકસપ્રેસ હોટલની બારીઓના કાચ તોડીને આગ લગાવી હતી. 700 કરતા વધુ લોકોની ભીડમાં બુકાનીધારી તોફાનીઓએ છોકરીઓના દુપટ્ટા, ખુરશીઓ અને આગ બુઝાવવાના સ્પ્રે પોલીસ અધિકારીઓ ઉપર ફેંકયા હતા.આ હિંસામાં 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. એવું માનવામાં આવે છે કે હોટલમાં રહેતા પ્રવાસીઓને પડકારવા તોફાન કરવામાં આવ્યું હતું. આજ પ્રકારની ઘટના ટેમવર્થની એક હોટલમાં પણ બની હતી. તોફાનમાં ભાગ લઇને ભૂમિકા ભજવનારા 300 થી વધુની ધરપકડ કરવામાં આવી છે. 5 ઓગસ્ટના રોજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીઓ,મંત્રીઓના ગુ્પની વેસ્ટ મિંસ્ટર ખાતે એક આપાતકાલીન બેઠક મળી છે. હિંસા રોકવા માટે આર્મીની મદદ લેવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે હિંસા રોકવા માટે પોલીસ પાસે જરુરી તમામ સંસાધનો છે. બ્રિટનના પીએમ કિયર સ્ટાર્મરે દેશવાસીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે કટ્ટર દક્ષિણપંથી ઠગીમાં જે લોકો સામેલ છે તેમને જરુરથી અફસોસ થશે.








