Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO/ 'There is no ceasefire in Lebanon', Netanyahu announces to continue attacks on Hezbollah

VIDEO/ 'લેબનોનમાં કોઈ યુદ્ધવિરામ નથી', હિઝબુલ્લાહ પર ફૂલ ફોર્સ સાથે હુમલા ચાલુ રાખવાની નેતન્યાહુની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : twitter

તેલ અવીવ: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર એક મહત્વપૂર્ણ નિવેદન જારી કરીને યુદ્ધવિરામની તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે. નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયેલનું સૈન્ય અભિયાન અટકશે નહીં.

App Store

'ઉત્તર ઇઝરાયેલના રહેવાસીઓ પર મને ગર્વ છે'

વડાપ્રધાન નેતન્યાહુએ ખાસ કરીને ઉત્તર ઇઝરાયેલના નાગરિકોને સંબોધતા ટ્વીટ કર્યું કે, "ઉત્તરના પ્રિય રહેવાસીઓ, મને તમારા પર ગર્વ છે. તમે મક્કમતાથી ઊભા છો." નોંધનીય છે કે હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓને કારણે ઉત્તર ઇઝરાયેલના હજારો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે, જેમને નેતન્યાહુએ પ્રોત્સાહન આપ્યું હતું.

યુદ્ધવિરામની વાતોને ફગાવી

વિશ્વના અનેક દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા યુદ્ધવિરામ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે નેતન્યાહુએ પાયા વગરની વાતોને ફગાવતા કહ્યું કે, "હું તમને જણાવવા માંગુ છું: લેબનોનમાં કોઈ યુદ્ધવિરામ નથી. અમે હિઝબુલ્લાહ પર પૂરી તાકાત (Full Force) સાથે હુમલો કરવાનું ચાલુ રાખી રહ્યા છીએ."

સુરક્ષાની ગેરંટી સુધી જંગ ચાલુ રહેશે

નેતન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇઝરાયેલના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હુમલાઓ રોકવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે, "જ્યાં સુધી અમે તમારી સુરક્ષા પુનઃસ્થાપિત નહીં કરીએ ત્યાં સુધી અમે રોકાઈશું નહીં."

યુદ્ધના મેદાનની સ્થિતિ

નેતન્યાહુના આ નિવેદન બાદ લેબનોનમાં તણાવ વધુ વધવાની શક્યતા છે. ઇઝરાયેલની વાયુસેના સતત હિઝબુલ્લાહના ઠેકાણાઓ, શસ્ત્રાગારો અને કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવી રહી છે. બીજી તરફ, હિઝબુલ્લાહ પણ વળતા પ્રહારો કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં સ્થિતિ ગંભીર બની છે.