Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO: PM Modi's message echoed in the Parliament of Seychelles, emphasis on blue economy,,,,

VIDEO:સેશેલ્સની સંસદમાં ગૂંજ્યો PM મોદીનો સંદેશ, બ્લૂ ઈકોનોમી પર ભાર

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સની મુલાકાતના બીજા દિવસે સંસદને સંબોધિત કરી. સંસદને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને સીશેલ્સ વચ્ચેના ગાઢ સહયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "સાથે મળીને આપણે મત્સ્યોદ્યોગ, મરીન સાયન્સ, દરિયાકાંઠાના વ્યવસ્થાપન, નવીનીકરણીય ઉર્જા અને ટકાઉ પ્રવાસનના ક્ષેત્રોમાં ભાગીદારી બનાવી શકીએ છીએ." વડાપ્રધાને પર્યાવરણ અને મહાસાગરોના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકતા ઉમેર્યું હતું કે, "ચાલો આપણે સાથે મળીને કામ કરીએ જેથી આવનારી પેઢીઓને એવા મહાસાગરો મળે જે આપણે આજે ભોગવી રહ્યા છીએ તેના કરતા વધુ સ્વસ્થ, સુરક્ષિત અને સમૃદ્ધ હોય." આ નિવેદન બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને બ્લૂ ઈકોનોમી માટેની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

App Store

 

 

ટોપિક્સ:GSTVGSTV NEWSblue economy