મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: હજારો ફીટ ઊંચાઈએથી નીચે પટકાયું વિમાન, બ્લાસ્ટ બાદ કેટલાક કિલોમીટર સુધી ધુમાડો ફેલાયો

ઇંગ્લેન્ડના ડર્બીશાયરમાં વિમાન દુર્ઘટનામાં પાઇલટનું મૃત્યુ થયું છે. ચેસ્ટરફીલ્ડ વિસ્તારમાં પ્

VIDEO: હજારો ફીટ ઊંચાઈએથી નીચે પટકાયું વિમાન, બ્લાસ્ટ બાદ કેટલાક કિલોમીટર સુધી ધુમાડો ફેલાયો

ઇંગ્લેન્ડના ડર્બીશાયરમાં વિમાન દુર્ઘટનામાં પાઇલટનું મૃત્યુ થયું છે. ચેસ્ટરફીલ્ડ વિસ્તારમાં પ્લેન પડ્યા બાદ કેટલાય કિલોમીટર દૂર સુધી ધુમાડો દેખાતો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિમાન હજારો ફૂટની ઉંચાઈથી નીચે આવ્યું અને પછડાયું હતું. આ હળવું વિમાન કેમ નીચે પટકાયું આના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્લેન પડ્યા બાદ વિસ્તારના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પ્લેન પડ્યા બાદ લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.

બ્લાસ્ટ બાદ લોકોએ પોલીસને બોલાવી હતી
દુર્ઘટના સ્થળની આસપાસ રહેતા લોકોએ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગને જાણ કરી હતી. એક વ્યક્તિએ જણાવ્યું કે બ્લાસ્ટ બાદ તેના માતા-પિતાએ ફોન કર્યો હતો. પહેલા તેઓએ વિચાર્યું કે કાર અકસ્માત થયો છે. જે બાદ તેની તબિયત વિશે પૂછ્યું. કારણ કે થોડા સમય પહેલા જ તે કારમાં ઘરેથી નીકળ્યો હતો.

અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ડર્બીશાયર કોન્સ્ટેબલરીના જણાવ્યા અનુસાર પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે. વિમાન ઔદ્યોગિક વિસ્તારમાં પડ્યું છે. જેના કારણે પાયલટનું મોત થયું છે. પ્લેન શીપબ્રિજ પાસે લેન્ડ થવાનું હતું. પરંતુ તે પહેલા જ નીચે પડી ગયું. પ્લેનમાં એક  પાયલટ જ  હતો. તેના પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અકસ્માતની તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો