મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO/ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા મંડપ પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ, નાસભાગની સ્થિતિ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં દુર્ગા પૂજા પંડાલમાં કેટલાક તોફાની તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હ

VIDEO/ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા મંડપ પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ, નાસભાગની સ્થિતિ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં દુર્ગા પૂજા પંડાલમાં કેટલાક તોફાની તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જેના કારણે સમગ્ર પૂજા પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના જૂના ઢાકાના તાતીબજારમાં બની હતી. બદમાશોએ અહીં સુશોભિત દુર્ગા પૂજા મંડપ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. જેના કારણે પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી. પેટ્રોલ બોમ્બ ફેંકાયા બાદ જોરદાર ધડાકો પણ સંભળાયો હતો. ઘટનાને અંજામ આપી હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે.

વોઈસ ઓફ બાંગ્લાદેશ હિન્દુ નામના એક્સ એકાઉન્ટ પર આને લગતો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જતો બતાવવામાં આવ્યો છે. શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વિસ્ફોટ તાતી બજારના પૂજા મંડપમાં કરવામાં આવ્યો હતો.

https://twitter.com/VHindus71/status/1844769472315343102https://twitter.com/VHindus71/status/1844769472315343102

આ સમાચાર શેર કરો